

મોરબી નજીક નેશનલ હાઈવે પરથી બાયપાસ માટે સંપાદન કાર્યવાહી માટે ખેડૂત પ્રતિનિધિની બેઠક મળી હતી અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂત પ્રતિનિધીઓએ વળતર ઓછુ હોવાથી કામગીરી નો કરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી
મોરબીના ગાળા, કેરાળા, જસમતગઢ, સાપર, નીચી માંડલ, આંદરણા, ખરેડા, વાંકડા, જીવાપર (ચકમપર) ગામમાંથી નેશનલ હાઈવે બાયપાસ માટે સંપાદન કાર્યવાહી માટે આજે ખેડૂત પ્રતિનિધિની બેઠક મળી હતી બેઠકમાં મોરબીના પ્રાંત અધિકારી, સંપાદન અધિકારી અને નેશનલ હાઈવેના અધિકારીઓ હાજર રહ્યા હતા ખેડૂતોના પ્રશ્ન અને વળતર બાબતે નિરાકરણ ના આવતા બેઠક નિષ્ફળ રહી હતી તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે ખેડૂતોએ કોઈ પણ કામગીરી નહિ કરવા સ્પષ્ટ જણાવી દીધું હતું અને જરૂરત પડ્યે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી


