ટંકારામાં જુગાર રમતા ૭ પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારાના ધૂનડા ગામના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસ સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં ઘુનડા સજ્જનપર ગામે રહેતા મહાદેવ વાલજી રંગપરીયાના મકાન પર ટંકારા પોલીસે દરોડો કરીને જુગાર રમતા આરોપી સાગર મહાદેવ રંગપરીયા (૨૬), જીગ્નેશ જશવંત રંગપરીયા (૩૩), હસમુખ બચું રંગપરીયા (૪૨), જયંતી ટીકુ રંગપરીયા (૪૪), હાર્દિક વાલજી રંગપરીયા (૪૪), દિલીપ ઘનજી બરાસરા (૪૪) અને મહાદેવ વેલજી રંગપરીયા (૩૩) એમ કુલ સાતને ઝડપી લઈને તેની પાસે રહેલ રોકડ રકમ રૂપિયા ૧,૬૭,૩૦૦ જપ્ત કરી તમામ પત્તાપ્રેમી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat