બેલામાં કામ વ્યવસ્થિત કરવાનું કહી શ્રમિકે અન્ય શ્રમિકને લોખંડનો પાઈપ ઝીંકી દીધો

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એકઝોટીકા કારખાનાના લેબર ક્વાર્ટરમા એક શ્રમિકે નિયમિત કામ કરવાનું કહી અન્ય શ્રમીક્ને લાકડીથી માર મારી લોખંડનો પાઈપ માથામાં ફટકાર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વિકાસકુમાર અનંતિપ્રસાદ યાદવે મોરબી તાલુકાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી અને આરોપી લેબર ક્વાર્ટરના એક જ રૂમમાં રહેતા હતા. આરોપી અભીશેક રામસુમેર યાદવે ફરિયાદીને નિયમિત અને વ્યવસ્થિત કામ કરવાનું કહી ઉશ્કેરાઈને ગાળાગાળી શરુ કરી હતી. ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ ઝપાઝપી કરી લોખંડનાં પાઈપ વડે ફરિયાદી પર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને પછી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.

 

Leave A Reply

Your email address will not be published.