

મોરબીના બીલીયા ગામમાં ભેંસો પાવા બાબતે અને બહેનો દીકરીઓને કામે ન રાખવા બાબતે ખાર રાખીને ૩ શખ્સોએ લાકડી વડે યુવાન પર હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ દિનેશભાઇ સગથાભાઇ આલએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીને અગાઉ આરોપીઓ અરમાનભાઇ ફારૂકભાઇ, ફારૂકભાઇ આદમભાઇ અને તોસીફભાઇ સાથે ભેંસોને પાવા બાબતે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ તથા આરોપીઓની બહેનો દીકરીઓને કેમ કામે રાખતા નથી? તેનો ખાર રાખી આરોપી ફારુક આદમભાઈએ લાકડી વડે ફરિયાદીના માથાના ભાગે તથા આરોપી અરમાન ફારૂકભાઈ અને તોસીફે ફરિયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારી, રોડ ઉપર ઢસડી માથામા તથા શરીરે મુંઢ ઇજાઓ પહોચાડી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે