


મોરબીના ભડિયાદ કાંટા નજીકની હરિઓમ સોસાયટીના રહેવાસી પ્રવીણ મનુ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાને ગત રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેના મૃતદેહને પી.એમ.માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. મોરબી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. તેમજ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.