વાંકાનેરમાં વેપારીની નજર ચૂકવી રૂ ૧.૮૫ લાખના દાગીના ચોરી કરનાર બે મહિલા આરોપી ઝડપાઈ

 

શહેરની મેઈન બજારમાં દુકાનદારની નજર ચૂકવી ૬૫ નંગ સોનાની બાલીની ચોરી કરનાર બે મહિલા આરોપીને પોલીસે ઝડપી લઈને તમામ મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે

 

થાનગઢ તાલુકાના સરોડી ગામના રહેવાસી અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયાએ ગત તા. ૦૧ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીની વાંકાનેર મેઈન બજારમાં આવેલ ખુશાલ જવેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલી બે મહિલાઓએ વાતોમાં રાખી ધ્યાન ભટકાવી સોનાની બાલી નંગ ૬૫ કીમત રૂ ૧,૮૫,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા છે વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સીસને આધારે તપાસ ચલાવી હતી જેમાં ચોરી કરનાર બંને મહિલા આરોપીઓ મનીષાબેન ધીરૂભાઈ સોલંકી અને મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઈ રાઠોડ રહે બંને ગોંડલ વાળીને ઝડપી લીધી હતી અને ચોરી થયેલ ૬૫ નંગ બાલી (નથડી) કિંત રૂ ૧,૮૫,૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.