

ટંકારામાં હાલમાં સરકારી આઈ.ટી.આઈ ઓરપેટ સંકુલમાં ચાલે છે.આ બિલ્ડીંગ ભાડાનું છે તેમજ ખુબ નાનું હોવાથી તેમાં નવા કોર્ષો પણ શરુ થઇ શકતા નથી.સરકારી આઈ.ટી.આઈનું પોતાનું સુવિધા પૂર્ણ મકાન હોય તેવી ધણા સમયથી માગણી હતી.સરકારી આઈ.ટી.આઈ માટે અધતન બિલ્ડીંગ બનાવવા માટે ટંકારા-રાજકોટ હાઈવે પર રામાપીરના મંદિર નજીક જમીન પણ ફાળવી દેવામાં આવી છે.આધુનિક બિલ્ડીંગ બનાવવાના પ્લાન-એસ્ટીમેન્ટ તથા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને ટેન્ડર પણ મંજુર થયેલ હોવાથી ટુક જ સમયમાં સાડા સાત કરોડના ખર્ચે સરકારી આઈ.ટી.આઈ. કોલેજનું અધતન મકાન બનશે.આ નવા બિલ્ડીંગ બનવાની વાત વિધાર્થીઓ અને વાલીઓએ સંભાળતા જ ખુશીની લાગણી ફેલાય ગઈ હતી.