ટંકારાના પૂર્વ યુવા ભાજપ મંત્રી પ્રતિક આચાર્ય (લાલાભાઈ)નો આજે જન્મદિન: શુભેચ્છાઓનો ધોધ

ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ યુવા મંત્રી અને સામાજિક અગ્રણી પ્રતિક આચાર્ય (લાલાભાઈ)ના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની વયે ટંકારામાં લોકપ્રિયતા ધરાવતા લાલાભાઈએ ભાજપ યુવા મંત્રી તરીકે ત્રણ વર્ષ સેવા આપવાની સાથે વાંકાનેર અંધ-અપંગ ગૌશાળા, રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના નેત્ર કેમ્પ તેમજ વિવિધ નિઃશુલ્ક મેડિકલ કેમ્પોના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓની નિવાર્થ ભાવે સેવા કરી છે.

આ ઉપરાંત તેઓ મોરબી અને ટંકારાના પ્રસિદ્ધ ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણપતિ ઉત્સવ સમિતિના સક્રિય સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. અનેક નાના-મોટા સામાજિક કાર્યોમાં સતત યોગદાન આપતા લાલાભાઈના જન્મદિવસ પ્રસંગે આજે ટંકારા અને મોરબી વિસ્તારના રાજકીય-સામાજિક અગ્રણીઓ, બહોળા મિત્રવર્તુળ, સગા-સંબંધીઓ અને શુભેચ્છકો દ્વારા તેમને પરમ કૃપાળુ પરમાત્મા સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Leave A Reply

Your email address will not be published.