ટંકારા તાલુકામાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે

 

ટંકારામાં શ્રી મહંત પ્રભુચરણદાસજી દ્વારા પ્રભુચરણ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે. આ પ્રસંગે ગુરૂપૂજા, ગુરૂ વંદના કરાશે સત્સંગ યોજાશે. જેમાં ગુરૂનું મહત્વ, સંસ્કાર, ધર્મ આરાધના વિગેરે ઉપર સત્સંગ થશે. સત્સંગમાં ટંકારા તથા મોરબી જિલ્લાના ધર્મ પ્રેમીજનો ભાગ લેશે. પ્રખ્યાત શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરૂશ્રી રામદાસબાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા યોજાશે. સવારે ગુરૂ પૂજન – ગુરૂ વંદના થશે. બપોરના સમુહ પ્રસાદનું આયોજન કરાયું  છે. જયારે લજાઇ ગામે આવેલ પરમ વંદનીય શ્રી જોગબાપુના આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાશે. ગુરૂ પૂજન, ગુરૂ વંદના, સત્સંગ, ધુન-ભજન તથા સમૂહ પ્રસાદના કાર્યક્રમો યોજાશે.

 

Comments
Loading...
WhatsApp chat