માટેલ જતા ભક્તો કેમ કરે છે મુશ્કેલીનો સામનો ?

મોરબી જીલ્લામાં માટેલ યાત્રા ધામ આવેલ જ્યાં માઈ ભક્તો દુર-દુરથી દર્શનાર્થે આવે છે.ગુજરાત રાજ્યમાં યાત્રાધામ તરીકે માટેલધામનો પણ સમાવેશ થયો છે.આવતીકાલ ના રોજ રવિવાર અને ખાસ ગુરુપુર્ણિમા હોવાથી માટેલ ધરાની માં ખોડલના દર્શનાર્થે દુર-દુરથી ભક્તો પગપાળા તથા વાહન પર  ભક્તો ખાસ દર્શન માટે આવે છે.એવામાં ઢુવા-માટેલ રોડ ગેસની લાઈન નાખવા રોડ સાઈડ ની જગ્યાએ નહિ પરંતુ રોડની વચ્ચોવચ ખોદવામાં આવ્યો છે.આ કામ માટે રોડની વચ્ચોવચ ખોદકામ કરવામાં આવતા રોડ પર અવરજવર બંધ થયું હોવાનું જાણવા મળ્યું છે.આવતી કાલના રોજ  ગુરુપુર્ણિમા હોવાથી માટેલ ગામે દુરથી ભક્તો દર્શનાર્થે આવે છે.આ રોડ ખોદતા દર્શનાર્થીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat