

મોરબી મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ ૧૫ સમિતિઓની રચના કરી ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોની નિમણુક કરવામાં આવી હતી જેમાં ૧૫ સમિતિના હોદેદારો અને સભ્યની વરણી કરીને જવાબદારી સોપવામાં આવી છે
મોરબી મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રવિન્દ્ર ધનજીભાઈ સનાવડા અને વાઈસ ચેરમેન તરીકે વિણાબેન માવજીભાઈ કણઝારીયા, સેનિટેશન સમિતિ ચેરમેન તરીકે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને વા. ચેરમેન તરીકે હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરીકે મનસુખભાઈ મુળજીભાઈ સારેસા અને વા.ચેરમેન તરીકે નુતનબેન હરસુખભાઈ વિડજા, આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે પુષ્પાબેન જીગરભાઈ વાળા અને વા.ચેરમેન તરીકે શીતલબેન સાગરભાઈ વઘાડીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન જયદીપ પ્રશાંતભાઈ મહેતા અને વા. ચેરમેન જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણીની વરણી કરવામાં આવી છે
વોટર વર્કસ સમિતિના ચેરમેન રાજેશભાઈ કાનજીભાઈ ડાભી અને વા. ચેરમેન નિરૂપાબેન નીલેશભાઈ કાલરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન તરીકે પુનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા અને વા. ચેરમેન ભારતીબેન ચુનીલાલ પરમાર, માર્કેટ સમિતિ ચેરમેન ભાવિન ગીરીશભાઈ ઘેલાણી અને વા. ચેરમેન જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા, હાઉસિંગ ઈમ્પૃવ્મેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન તરીકે બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડિયા અને વા. ચેરમેન જશવંતીબેન પ્રવીણભાઈ સોનગ્રા, પ્લાનિંગ સમિતિ ચેરમેન રીષીપભાઈ નારણભાઈ કૈલા અને વા. ચેરમેન કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા, ડ્રેનેજ સમિતિ ચેરેન નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા અને વા. ચેરમેન વિવેક રમેશભાઈ ગોલતર, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા અને વા. ચેરમેન સોનલબેન પ્રફુલભાઈ બવારવાની વરણી કરવામાં આવી છે
તેમજ શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દલ સમિતિ ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી અને વા. ચેરમેન તરીકે રમાબેન પરેશભાઈ રૂપાલા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને વા. ચેરમેન તરીકે મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન તરીકે રમાબેન કેતનભાઈ બોપલીયા અને વા. ચેરમેન તરીકે અશ્વીનીબેન અશ્વિનભાઈ પાટડીયાની વરણી કરવામાં આવી છે તેમજ દરેક સમિતિમાં નિયમોનુસાર સભ્યોની પણ નિમણુક કરવામાં આવી છે