વાંકાનેર ઢુવા ઓવરબ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, વાલીવારસની શોધખોળ

 

વાંકાનેર તાલુકા પોસ્ટે અમોત નંબર 53/  26 બી. એન. એસ. એસ. કલમ 194 ના કામે મરણ જનાર અજાણ્યો પુરુષ ઉંમર વર્ષ આશરે 35 નો મૃતદેહ તારીખ 30-7-26 ના બપોરના વાંકાનેર તાલુકાના ટુવા ઓવરબ્રિજ પાસેથી મળેલ છે  જે મૃતદેહનું સરકારી હોસ્પિટલ મોરબી ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા હાર્ટ એટેક થી મૃત્યુ થયેલ છે પરંતુ મૃતકની ઓળખ થઈ શકેલ નથી

અને મરણ જનાર મંદબુદ્ધિનો ત્યાં ઢુવા ચોકડી બે ત્રણ દિવસથી આંટા મારતો હતો અને ત્યાં ગમે ત્યાં સૂઈ રહેતો હતો તેવી હકીકત જણાવેલ છે જેથી મૃતદેહ હાલે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે પીએમ રૂમમાં કોલ સ્ટોરેજમાં રખાવેલ છે જો આના કોઈ વાલી વારસ મળે તો વાંકાનેર તાલુકા પો . સ્ટે મોબાઈલ નંબર 6359626086 ઉપર અથવા તપાસ કરનાર એસ. આર .ચાવડા એ.એસ. આઇ. વાંકાનેર તાલુકા પોસ્ટે મોબાઈલ નંબર 98790 76130 ઉપર કોન્ટેક કરવા જાણ કરવામાં આવે છે

 

Leave A Reply

Your email address will not be published.