

મોરબીના ભડિયાદ રફાળેશ્વર રોડ પર કારખાનામાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મૃતકના પુત્રએ આરોપી પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મૃતક માતાએ દીકરીને ડીલીવરી સમયે રૂપિયા પાંચ હજાર આપ્યા હતા જે બાબતે માથાકૂટ કરી ઝઘડો કરી લોખંડ હથોડાથી માથામાં મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી આરોપી પતિ ઘરેથી ભાગી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના જુના રફાળેશ્વર રોડ ભડિયાદ ગામ પાસે અવળ આધ્યાશક્તિ પેપરમિલમાં રહેતા વિનોદભાઈ ભુરાભાઈ કટારાએ આરોપી પિતા ભુરાભાઈ બુધિયાભાઈ કટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ ફરિયાદી પોતાની નોકરીએ ગયો હતો અને નોકરી પૂરી કરી રૂમે ગયો ત્યારે માતા શાંતાબેન નોકરીએ જતા રહ્યા હતા અને પિતા બે દિવસથી આવ્યા હતા જેથી થોડીવાર પછી પિતાજી માતા પાસે ગયા હતા ફરિયાદી વાળું પાણી કરી સુઈ ગયો હતો અને તા. ૧૭ ના રોજ રાત્રીના એકાદ વાગ્યે બહેન મનીષાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને જાગીને પૂછતાં મનીષાએ કહ્યું મમ્મીને વાગી ગયું છે કહીને જતી રહી હતી જેથી ફરિયાદી જઈને જોતા માતા કુવા પાસે પડ્યા હતા માથામાંથી લોહી નીકળતું હતું અને મોઢામાંથી, નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું
માતા કાઈ બોલતા ના હતા અને બેભાન હાલતમાં હતા બેન મનીષાએ વાત કરી કે પપ્પાએ મમ્મી સાથે આપણી બહેન સુનીતાને ડીલીવરી સમયે પાંચ હજાર રૂપિયા મમ્મીએ આપ્યા હતા તે બાબતે માથાકૂટ થઇ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી પપ્પાએ લોખંડ હથોડો માથામાં મારી દીધો હતો માતા શાંતાબેનને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા પિતાજી ઘરેથી ભાગી ગયા હતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને ફરિયાદીના માતા શાંતાબેનને મૃત જાહેર કર્યા હતા આમ ફરિયાદીના માતા શાંતાબેન આધ્યાશક્તિ પેપરમિલમાં હોય ત્યારે પપ્પા ભુરાભાઈ બુધિયાભાઈ કટારાએ આવી બેન સુનીતાને ડીલીવરી સમયે રૂપિયા પાંચ હાજર આપ્યા તે બાબતે માથાકૂટ અને ઝઘડો કરી લોખંડ હથોડાનો ઘા માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે