મોરબી, હળવદ અને વાંકાનેરમાં પાંચ સ્થળે જુગાર રેડ, ૧૨ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

 

મોરબી શહેર અને તાલુકા ઉપરાંત હળવદ અને વાંકાનેર પંથકમાં પોલીસે પાંચ સ્થળોએ રેડ કરી જુગાર રમતા ૧૨ ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પ્રથમ રેડ એ ડીવીઝન પોલીસે વાવડી રોડ કપિલા હનુમાન મંદિર સામે કરી હતી જાહેરમાં જુગાર રમતા મોહન પ્રેમજી હડીયલ અને યોગેશગીરી જીતેન્દ્રગીરી ગૌસ્વામીને ઝડપી લઈને રૂ ૪૯૦૦ જપ્ત કરી છે આરોપી સમીર રહે મોરબી વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી છે બીજી રેડ મોરબી તાલુકા પોલીસે બરવાળા ગામે કરી હતી જાહેરમાં જુગાર રમતા સંતોષ ગગજીભાઇ દેલવાણીયા, પ્રકાશ વિનોદ દેલવાણીયા અને દુર્ગેશ શિવા દેલવાણીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૪,૬૦૦ જપ્ત કરી છે

ત્રીજી રેડ વાંકાનેર સીટી પોલીસે હસનપર ગામે શક્તિપરા કાર્તિક સ્વામી મંદિર સામે કરી હતી જાહેરમાં જુગાર રમતા આડપેરમાલ કરુણનિધિ મદ્રાસી, આદીમૂલમ પરણીભાઈ મદ્રાસી અને નારાયણ કરુણાનિધિ મદ્રાસી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૩૦ જપ્ત કરી છે ચોથી રેડ હળવદ પોલીસે માથક ગામના ઝાપા પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા હરદેવ દિનેશભાઈ મકવાણા અને સાગર મહેશ દારોદરાને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૭૦૦ જપ્ત કરી છે પાંચમી રેડ હળવદ પોલીસે મંગળપર ગામે કરી હતી જાહેરમાં જુગાર રમતા ધીરૂ ભગવાનભાઈ નગવાડિયા અને મહેશ ભવાન નગવાડિયાને ઝડપી લઈને રોકડ રૂ ૧૮૩૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.