હળવદના શિશુમંદિર ખાતે યોગ મોહત્સવ ની ઉજવણી કરવામાં આવી

વિશ્વ યોગ દિવસની ઉજવણી સરસ્વતી શિશુ મંદિર હળવદ તાલુકા વહીવટી તંત્ર, હળવદ નગર પાલિકાના સંયુક્ત ઊપક્રમે શિશુ મંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને સ્કૂલ, કોલેજ, આંગણવાડી, પોલીસ સ્ટાફ, મામલતદાર શ્રી પટેલ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, શિશુ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે તથા ભાજપના મહિલા અગ્રણી હીનાબેન મહેતા, સરસ્વતી માધ્યમિક વિદ્યાલયના પ્રધાનાચાર્ય અંકિતાબેન પટેલ તથા યોગ શિક્ષક અને આજના કાર્યક્રમના અગ્રેસર પ્રફુલાબેન ગોસાઈ તથા મહેશભાઈ પંચાલ અને બધાએ મળી આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે નગરપાલિકાના પ્રમુખ રણછોડભાઇ દલવાડી તથા ટ્રસ્ટી રામણિકભાઈ પટેલ, પુનર્વસુભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં 1400 જેટલા નાના- મોટા દરેક લોકો ભાગ લીધો હતો. હળવદમાં ચાલતા અનાથ આશ્રમની બહેનોએ સુંદર યોગનું નિદર્શન કર્યું હતું. આ દીકરીઓ શિશુ મંદિરમાં રોજ યોગ કરે છે. એટલે એક કલાકનો બહુ જ આકર્ષક કાર્યક્રમથી બધા ને મંત્ર મુગ્ધ કર્યા હતા. સ્વાગત પ્રવચન હેલીબેને કર્યું હતું અને યોગને જીવન મંત્ર બનાવવાની અપીલ અને યોગનું મહત્વ    મેનેજીંગ ટ્રસ્ટી  ઘનશ્યામભાઈ દવેએ આપ્યું હતું. શિશું મંદિર નો સંપુર્ણ સ્ટાફ આ કાર્યક્રમને સફળ બનાવવા આગળ રહ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat