નવયુગ સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા યોગનો સુંદર સિમ્બોલ

હજારો વિદ્યાર્થીનીઓએ સાથે યોગાભ્યાસ કર્યો

મોરબી નજીકના વીરપર મુકામે આવેલ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં બી.એડ અને બી.એસસી કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના સ્ટાફ પરિવારે સાથે યોગ કર્યા હતા. આ તકે યોગ નિષ્ણાંત દ્વારા યોગ વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી.કાંજીયાએ પ્રાસંગિક ઉદબોધન કરીને યોગનું મહત્વ સમજાવ્યું હતું. અને એક દિવસ માટે નહિ પરંતુ નિયમિત યોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

 

Comments
Loading...
WhatsApp chat