



મોરબી:મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસની ઉજવણી રણજિતરામ પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં શાળાના બાળકો, વાલીઓ, ગ્રામજનો સાથે આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારે ટીવી દ્વારા વિડિઓ કલીપ બતાવી હળવી કસરત કરી હતી. ત્યારબાદ વિવિધ પ્રકારના આસનો જેવા કે તાડાસન, પદ્માસન, ચકરાચન, ભુજનગાસન, વજ્રાસન, મકરાસન, શલભાસન વગેરે આસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ચોરવાડિયા સાહેબ, સરપંચ, સભ્યો વગેરેએ હાજરી આપી હતી. શાળાના શિક્ષક પી.ટી.કન્ઝરિયાએ યોગ દિવસ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે સરબતની વ્યવસ્થા ગોઠવી હતી.

