

હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા યુવાનનું ગુરુવારે રાત્રીના સમયે 3 અજાણ્યા શખ્સો અને મહિલાએ ગાડીમાં અપહરણ કર્યું હતું. તેમજ મારમારી ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફરિયાદની પોલીસ પ્રાપ્ત વિગત મુજબ, સંજયભાઈ દલવાડીના ધર્મ પત્નીએ પતિના અપહરણની ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુવાર રાત્રીના સમયે 1 વાગ્યા આસપાસ આરોપી ફરિયાદીના ભાઈએ મંગળપર ગામની યુવતીને ભગાડી ગયો હતો. તેનો ખાર રાખી ફરિયાદીના પતિ સંજય દલવાડીનું ગાડી નં. G. J. 9BC 8138માં અપહરણ કરી ઢીકાપાટુંનો માર મારયો હતો. જેમાં આરોપી દલસુખ કોળી, પ્રહલાદ કોળી અને અન્ય શખ્સ સાથે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઈ આર.બી.ભોજાણી સહીતના સ્ટાફે ગણતરીના કલાકોમાં કવાડિયા ગામના પાટિયા પાસેથી અપહરણ થયેલા યુવાનને છોડાવી અપહરણ કર્તા નરાધમોને ઝડપી લીધા છે. વધુમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.