મોરબી પાસની ટીમ દ્વારા તંત્રને આઠ દિવસનું અલ્ટીમેટમ, જાણો શા માટે ?

મોરબી જીલ્લા પાસના આગેવાન મનોજ પનારા, સંજયભાઈ અલગારી તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા, કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ગામી તેમજ પાસના કાર્યકરો આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે તા. ૨૪-૦૪ ના રોજ હળવદથી ઘનશ્યામગઢ રોડ પર અકસ્માત થયેલ કારમાંથી પંકજ પટેલનો પાર્થિવ દેહ મળ્યો હતો જે મામલે હળવદ પોલીસમાં એફ.આઈ.આર દાખલ કરાવી છે. પંકજ પટેલ હળવદ તાલુકા પંચાયતના સભ્ય હતા અને ખનીજ ચોરી વિરોધી હતી જેથી રાજકીય ષડ્યંત્ર કરીને રાજકીય હત્યા કરવામાં આવી છે અથવા ખનીજ માફિયા દ્વારા હત્યા કરાવેલ છે જેની આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને સ્વ. પંકજ પટેલને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ન્યાયિક તપાસ માટે આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ મામલે ન્યાય નહિ મળે તો અહિંસાના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat