પ્રદેશ ભાજપના પ્રવક્તાએ મોરબીમાં કોની સાથે કરી મુલાકાત

પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ આજે મોરબીની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી જેમાં સિરામિક એશો.ના કે.જી.કુંડારિયા, મીઠા ઉદ્યોગના અગ્રણી દીલુભા જાડેજા ઉપરાંત મેડીકલ એશો.ના કિરણ મહેશ્વરી અને અન્ય ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપ દ્વારા ઇલેકશન મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવે તે પૂર્વે જ ઉદ્યોગના પ્રશ્નો જાણીને તેને અનુરૂપ તૈયારી કરવાનો નવતર કીમિયો અજમાવવામાં આવ્યો છે. જેને પગલે આજે વિવિધ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજીને તેના ઉદ્યોગના પ્રશ્નોની માહિતી મેળવી હતી અને તેમના સૂચનો મેળવ્યા હતા જેને ચૂંટણી ઢંઢેરામાં યોગ્ય સ્થાન મળી રહે તેવી ખાતરી આપી હતી આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાજપ અગ્રણી પુષ્પદાન ગઢવી, હિરેન પારેખ, જ્યોતીસિંહ જાડેજા અને બીપીનભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat