

બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના દેવડીયા ગામમાં રેહતા પ્રવીણભાઈ રામજીભાઈ કોળી ( ઉ.વ.૪૦ ) વાળા ગઈકાલે સાંજે કામ માટે પુત્ર અને તેના મિત્ર સાથે બાઇકમાં જતા હતા. ત્યારે ઇકો કાર નં. જી.જે.૧૩ એ.બી.૨૮૫૦ સાથે અક્સમાત થતા પ્રવીણભાઈનું ઘટનાસ્થળે મોત થયું હતું એના પુત્ર રાહુલ પ્રવીણભાઈ (ઉ.વ.18) અને પિન્ટુ પ્રવીણભાઈ ભીમાણી (ઉ.વ.18)ને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા પરંતુ રાહુલનું સારવાર દરમિયાન મોત થયું હતું તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે પણ ઘટનામાં પિતા પુત્રના મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાય છે