જયંતીભાઈ કવાડીયાએ ક્યાં ગામમાં શાળાના વિધાર્થીઓના ગ્રેડની ચકાસણી કરી ,જાણો ?

મોરબી જીલ્લાના માળિયા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મંત્રીશ્રી કવાડીયાએ કન્યાશાળા, કુમાર શાળા, રેલ્વે બ્રોડગ્રેજ અને રેલ્વે કોલોની મળી ચાર શાળાઓમાં બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અર્પણ કરી  પ્રથમ ધોરણમાં શાળા પ્રવેશ કરાવાયો હતો તથા પ્રવેશાર્થી બાળકોને વિધ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કર્યા હતા. ધોરણ ૩ થી ૭ ના તેજસ્વી વિધાર્થી ભાઈ-બહેનોનું પુસ્તકો અર્પણ કરી સન્માન કરાયું હતું.આ પ્રસંગે જયંતીભાઈ કાવડિયાએ વયોવૃધ્ધ નું પણ શાલ ઓઢાડી સન્માન કરી શાળા પરિશરમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. જયંતીભાઈ કાવડિયાએ ધોરણ ૩ થી ૭ ના વિધાર્થીઓને અપાયેલ ગ્રેડ ની વિધાર્થીઓને વાંચન લેખન અને પેપર તપાસી ગ્રેડ ચકાસણી કરી હતી. આ પ્રસંગે માળીયા નગરપાલીકા અગ્રણીઓશ્રી જાન મહમદ, હબીબ, તથા ઓસમાણભાઇ, એપ્રસંગોચિત પ્રવચનમાં સમાજ વિકાસમાં કન્યા કેળવણીનો વ્યાપ વધારવા વાલીઓને જણાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જેતે શાળાના વિધાર્થીઓએ બેટી બચાવો, જળ એજ જીવન અને વૃક્ષારોપણ ઉપર સુંદર રીતે પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા તથા યોગાસન નિદર્શન, સ્વાગત અને શૌર્યગાનના સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રીશ્રી બાબુભાઇ હુંબલ, માળીયા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હસમુખભાઇ કૈલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખશ્રી દિનેશભાઇ હુંબલ, મામલતદારશ્રી રબારી તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષ ચાવડા, તાલુકા પ્રાથમિક  શિક્ષણાધિકારીશ્રી જીજ્ઞાબેન અમૃતિયા, તથા અગ્રણીઓ સર્વશ્રી મોવર ખાતુન, તાજ મહંમદ, જાન મહંમદહબીબ, શાળાઓના આચાર્યો, શિક્ષકો

,  પ્રવેશાર્થી બાળકો અને વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા,

 

Comments
Loading...
WhatsApp chat