જીએસટી નિરાકરણ માટે હળવદ રોટરી કલબ દ્વારા સેમીનાર યોજાશે.

નાના મોટા ધંધા,ઉધોગ,વહેપારી,સંસ્થાઓને હાલમાં અમલમાં આવેલ જીએસટીના કાયદાને સમજાવોએ અત્યારે સૌથી અધરો અને મુઝાવતો તથા ચિંતાની વિષય બની ગયો છે.અનેક પ્રકારના વિવિધ પ્રશ્નોની મુઝવણ બધાને સતાવી રહી છે.આવા સમયે રોટરી ક્લબએ આ સમસ્યાના ઉકેલ માટે જીએસટી માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન શરણેશ્વર મહાદેવ મંદિર,તળાવ કાંઠે,હળવદ ખાતે કરવામાં આવ્યું છે.જેમાં જાણીતા સી.એ.રોટે અને જયેશભાઈ કે.કારીયા જીએસટીને લગતા પ્રશ્નો વિશે સરળ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.જેથી રોટરી કલબ દ્વારા હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વેપારીઓને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ કર્યો છે.તેમજ આ સમગ્ર સેમિનારમાં રોટરી કલબ પ્રમુખ ચીનુભાઈ કે. પટેલ,પ્રોજેક્ટ ચેરમેન રાજેશ સી.ઝાલા અને સેક્રેટરી રાજેન્દ્રસિંહ એસ. રાણા જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat