હળવદ એપીએમસી દ્વારા જીએસટીના નિરાકરણ માટે સેમીનાર યોજાયો.

બાદમાં વુક્ષારોપણ કરી સમાજને નવી દિશા આપવામાં આવી

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ તાલુકાના ખેડૂતો અને વેપારીઓ માટે હાલમાં અમલમાં આવેલ જીએસટીના કાયદાને સમજાવવા માટે એપીએમસી દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જીએસટીનો કાયદો સમજાવોએ અધરો અને મુંઝવતો પ્રશ્ન છે.ત્યારે તેની સપૂર્ણ સાચી  સરળ માહિતી આ સેમીનારમાં આપવામાં આવી હતી સાથે-સાથે એસપીએમસી કર્મચારી મંડળ દ્વારા મહતમ આયોજન કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.જેમાં ૫૦૦ થી વધુ વ્રુક્ષો વાવીને તે વ્રુક્ષોનુ જતન કરવા માટે કર્મચારીએ વચન લીધું હતું.આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,મહેશભાઈ પટેલ સહિતના વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat