



મંગળપુર ગામમાં આરોપીઓ ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢતા હોવાથી થાંભલો કાઢવાની ના કહેતા મહિલાઓ સહીત પાંચ ઇસમોએ પિતા-પુત્ર સહીત ત્રણને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદના વેગડવાવ ગામે રહેતા છગનભાઈ પોપટભાઈ કણઝરીયાએ આરોપીઓ ગોરધન મોહન સોનગ્રા, ધર્મેન્દ્ર અંબારામ સોનગ્રા, વાસુદેવ મોહન સોનગ્રા, કાંતાબેન વાસુદેવ સોનગ્રા અને રમીલાબેન ધર્મેન્દ્ર સોનગ્રા રહે બધા વેગડવાવ તા. હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સોનગ્રા ગામની સીમમાં આરોપીઓ ફરિયાદીએ પોતાના ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢતા હતા જેથી દીકરા ગૌતમે થાંભલો કાઢવાની ના પાડી હતી જેથી આરોપીઓએ ગાળો આપી ઝપાઝપી કરી હતી અને ફરિયાદી છગનભાઈ બચાવવા જાત માથામાં લાકડી મારી ઈજા કરી હતી તેમજ ભત્રીજો પ્રવીણભાઈને પીઠના ભાગે લાકડી મારી ઈજા કરી હતી અને દીકરાને કોણી મારી નાકે અને ગળે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે