હળવદ પોલીસ ચોકી શોભાના ગાઠીયા સમાન

હળવદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ ચોકી ગામથી દુર હોવાના કારણે શહેરમાં ચોરી,લુટફાટ,મારામારી અને રોમિયોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે.જેના કારણે હળવદ વેપારી મહામંડળ તથા આગેવાનો દ્વારા પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયાને લેખિતમાં રજૂઆત કરતા હળવદ પોલીસ ચોકીની મંજુરી મળતા લોકાર્પણ કરાયું હતું.જેમાં ૧ પીએસઆઈ,૫ પોલીસ કર્મચારી અને મહિલા સેલની રચના કરવામાં આવી હતી.પરંતુ હળવદ ટાઉન પોલીસ ચોકી લોકાર્પણ બાદ માત્રને માત્ર શોભાના ગાઠીયા સમાન બની રહેતા લોકોમાં અનેક જાતના સવાલો ચર્ચાઈ રહ્યા છે.હાલ આ ટાઉન પોલીસ ચોકી બંધ હાલતમાં છે.જેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી હળવદવાસીઓની માંગણી ઉઠી છે.જેથી કરીને હળવદના લોકોને મુશ્કેલી વેઠવી ના પડે.

Comments
Loading...
WhatsApp chat