મોરબીના હળવદ તાલુકામાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વૃક્ષારોપણ નો પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો.

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વૃક્ષારોપણ નો પ્રોજેક્ટ કરવામાં આવ્યો. હળવદના નીલકંઠ મંદિરની બાજુમાં દશનામ ગૌસ્વામિ કૈલાસધામ આવેલું છે. ત્યાં ફરતી વાડ, દરવાજા બંધ કમ્પાઉન્ડ અને પાણી ની પુષ્કળ સગવડ છે. અને છોડને પાણી પીવડાવનારી ટીમ પણ છે. ત્યાં આજે રોટરી કલબ ટીમ મેમ્બર્સ દ્વારા જંગલી પ્રકારના ઝાડ નું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માં મુખ્ય મહેમાન તરીકે ડો. મયુર કણજરીયા ખાસ હાજર રહ્યા હતા.આ પ્રોજેકટ નું ડોનેશન રોટે. રાજેન્દ્રસિંહ રાણા તરફથી આપવામાં આવ્યું હતું. રોટરી કલબ પ્રેસીડન્ટ મહિપાલસિંહ જાડેજા સેક્રેટરી રજની અઘારા તથા રોટરી પ્રેસીડન્ટ ચીનુભાઈ પટેલ અને સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા ટીમ ઇન્ચાર્જ ડો. પરેશ પરમાર હાજર રહેલ. આ પ્રોજેક્ટ ને રોટરી કલબ ઓફ હળવદ દ્રારા સફળ બનાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat