લોહાણા મહા પરિષદના હળવદ યુવા વિભાગની નવી ટીમની જાહેરાત

રવિ કિશોરભાઈ ઠક્કર પ્રમુખ, રવિ રમેશભાઈ ખખ્ખર ઉપપ્રમુખ સહિત યુવા આગેવાનોને મહત્વની જવાબદારી

 

 

હળવદ : લોહાણા મહા પરિષદ દ્વારા હળવદ યુવા વિભાગની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. સમાજના યુવા નેતૃત્વને વધુ મજબૂત બનાવવા વિવિધ હોદ્દાઓ પર યુવા આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે.

 

નવી ટીમમાં રવિ કિશોરભાઈ ઠક્કર (અનડકટ)ને પ્રમુખ તરીકે, રવિ રમેશભાઈ ખખ્ખરને ઉપપ્રમુખ તરીકે, જયદીપ ઘનશ્યામભાઈ માણેકને મંત્રી તરીકે તેમજ હર્ષ ચેતનભાઈ ભીંડોરાને સહમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક બદલ સમાજના આગેવાનો તથા શુભેચ્છકોએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજના વિકાસ, એકતા તથા યુવાનોના સશક્તિકરણ માટે સફળ કાર્યકાળની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

 

આ પ્રસંગે સન્ની ઠક્કર (ભવાની ફર્ટિલાઇઝર્સ) દ્વારા પણ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવતા તેઓ જીવનમાં સતત પ્રગતિ કરે અને સમાજસેવાના ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી.

 

Leave A Reply

Your email address will not be published.