



મોરબી જિલ્લામાં ગ્રામ્ય સંપર્ક પૂર્વવત રાખવા માટે વહીવટી તંત્ર સતત સક્રિયતા દાખવી રહ્યું છે. જેના ભાગરૂપે હળવદ તાલુકામાં આવેલા ટીકર કોઝવે પર ચોમાસાના કારણે થયેલા નુકસાન અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયસર આયોજન કરી મરામતની કામગીરી હાલ સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી છે.
કોઝવેનું સમારકામ હાથ ધરાયા બાદ રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ સુરક્ષિત જણાતાં તંત્ર દ્વારા વાહનવ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટીકર કોઝવે ચાલુ થવાના કારણે ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો સહિતનાનો વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શક્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને તંત્ર દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.