મયુરનગર કોઝવેની મરામત કરાવી વાહનવ્યવહાર શરૂ કરાવાયો

 

ચોમાસાની ઋતુમાં નાગરિકોની સુવિધા અને માર્ગ સંપર્ક જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર “ઝીરો ડિલે”ના અભિગમ સાથે કાર્યરત છે. મયુરનગર કોઝવે પર પાણીના પ્રવાહના કારણે થયેલા નુકસાન બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મશીનરી અને માનવબળ તૈનાત કરીને યુદ્ધધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

તંત્રની ત્વરિત કામગીરીના પરિણામે મયુરનગર કોઝવેની મરામતનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રસ્તો સુરક્ષિત રીતે વાહન વ્યવહાર યોગ્ય બનતાં જ તંત્ર દ્વારા વાહનવ્યવહાર પુનઃ ચાલુ કરાવવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની અવરજવર સુગમ બની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને ચોમાસા દરમિયાન માર્ગ પરથી પસાર થતી વખતે જરૂરી સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.