રફાળેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, મોરબી-રાજકોટની સાત ફાયર ટીમો ઘટનાસ્થળે

 

રફાળેશ્વર નજીક આવેલ મેજિક સિરામિક ફેકટરીમાં આવેલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી મોરબી ફાયર ટીમો દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આગ વિકરાળ હોવાથી ફાયર ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે જોકે આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી હાલ ફાયર ટીમો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ છે

 

આગ વિકરાળ હોવાથી મોરબીની ૦૪ ટીમો, વાંકાનેરની ૦૧ અને રાજકોટની ૦૨ એમ કુલ સાત ફાયર ટીમો સ્થળ પર દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે સિરામિક ફેકટરીમાં મગફળીનું ગોડાઉન ભાડે આપેલ હોવાની માહિતી ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત થઇ છે જે મગફળીના ગોડાઉનમાં મોટી સંખ્યામાં મગફળીની ગુણીઓ રાખેલ હોય જ્યાં આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.