ઈંગ્લીશ દારૂના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી રાજસ્થાનથી ઝડપાયો

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં આરોપી માંગીલાલ આસુરામ ખાવા / બિશ્નોઈ (ઉ.વ.૩૯) રહે કોટડાગામ જાલોર રાજસ્થાન વાળો ચાર વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી રાજસ્થાનના જોધપુર હોવાની બાતમીને પગલે પોલીસ ટીમો મોકલી જોધપુરથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.