

મોરબીમાં દિવાળી પર્વે ફટાકડા સ્ટોલ માટે આજે મહાનગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવી હતી તા. ૦૨ થી ૦૮ ઓગસ્ટ સુધી ઓમ શાંતિ ગ્રાઉન્ડ, શનાળા રોડ પર ફટાકડાના સાત પૈકી ત્રણ સ્ટોલ ગૌશાળા લાભાર્થે થતા ફટાકડા સ્ટોલને બેઝ પ્રાઈઝ પર ફાળવવામાં આવ્યા હતા જયારે ચાર સ્ટોલ માટે હરાજી કરવામાં આવી હતી
ગૌશાળાને ત્રણ સ્ટોલ ૧૧,૮૦૦ ના ન્યુનતમ ભાવે આપવામાં આવ્યા હતા બાકીના ચાર સ્ટોલ માટે હરાજી શરુ કરવામાં આવી હતી જેમાં સૌથી ઉંચી બોલી ૬૫ હજાર, ૬૦, હજાર, ૫૬,૫૦૦ અને ૫૬ હજાર બોલાઈ હતી જે ચાર આસામીઓને સ્ટોલ ફાળવ્યા હતા બોલીમાં લગાવેલ રકમ ઉપર ૧૮ ટકા જીએસટી દરો સાથે ફટાકડા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે કુલ ૫૯ અરજીઓ આવી હતી જેમાંથી ૫ અરજીઓ વ્ય મર્યાદાને કારણે રીજેક્ટ કરવામાં આવી હતી બાકીના આસામીઓ માટે હરાજી યોજાઈ હતી રવાપર ચોકડી પાસે ફટાકડા સ્ટોલ માટે પણ અરજીઓ મળી હતી પરંતુ ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને તે સ્થળે ફટાકડા સ્ટોલ માટે મંજુરી આપવામાં આવી નથી ત્રણ ગૌશાળા અને હરાજી થયેલ ચાર સહીત સાત સ્ટોલ સંચાલકોને તારીખ ૦૧ ના રોજ મંજુરી આપવામાં આવશે અને તા. ૦૨ થી ૦૮ સુધી ફટાકડા સ્ટોલ લગાવી શકશે તેવી માહિતી મ્યુનીસીપલ કમિશ્નર પાસેથી પાપ્ત થઇ છે