મોરબીના મચ્છુ ૨ ડેમમાં ડૂબી જતા ૪૧ વર્ષીય આધેડનું મોત

            જોધપર નદી નજીક મચ્છુ ૨ ડેમના પાણીમાં ડૂબી જતા ૪૧ વર્ષના આધેડનું મોત થયું છે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

            મોરબીના વિશીપરાના રહેવાસી ગુલામહુશેન કસમ બબલીયા (ઉ.વ.૪૧) નામના આધેડ ગત તા. ૨૩ ના રોજ રાત્રીના ૮ વાગ્યા પહેલા કોઈ સમયે જોધપર નદી નજીક મચ્છુ ૨ ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આધેડ અકસ્માતે પાણીમાં ડૂબી જતા મોત થયું હતું કે પછી આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.