વાંકાનેરના સતાપર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા, રૂ ૩૦,૮૦૦ રોકડ જપ્ત

 

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓમેં ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૦,૮૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સતાપર ગામની આથમણી કરારનામની સીમમાં વાડી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા છનાભાઇ જેમાભાઇ ડાભી, સુરેશભાઈ નાગજીભાઈ ગણાદીયા, નવઘણભાઈ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગણાદીયા, હિતેશ જીવરાજ ધાડવી, હેમાભાઈ કાળાભાઈ ધરજીયા, હકાભાઇ કેશભાઇ ગણાદીયા, વેરશીભાઈ તેજાભાઈ મકવાણા અને નવઘણભાઈ ચોથાભાઇ રાઠોડ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૦,૮૦૦ જપ્ત કરી જુગાર ધરા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.