માળીયામાં ફાયરીંગ કરનાર શખ્શ કેવી રીતે ઝડપાયો, જાણો અહી

ફાયરીંગમાં વપરાયેલ બંદુક, કાર સહિતનો મુદામાલ કબ્જે લેવાયો

સુભાન કટિયાએ માળિયા પોલીસને ફરીયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપી સફીર મુસા મોવર સુરજબારી પુલ નજીક આવેલી તેના નોનવેજ ઢાબા પર આવ્યો હતો અને જમવાનું બનાવી આપવાનું કહ્યું હતું જેથી ઢાબામાં કામ કરતા રજાકભાઈએ ના કહેતા આરોપીએ તેને હોટલ બંધ કરી દેવાની ધમકીઓ આપી હતી. અને બાદમાં ગઈકાલે તેની કારમાં આવીને આરોપી શફિર મુસા મોવર શખ્શે તને ધાબો બંધ કરવાનું કીધું હતું તેમ કહીને તેની પાસે રહેલી બંદુકમાંથી ફાયરીંગ કર્યું હતું જોકે ફાયરીંગના બનાવમાં માલિક કે અન્ય કોઈને ઈજા પહોંચી ના હતી અને ફાયરીંગ કરીને ધમકીઓ આપીને આરોપી નાસી ગયો હતો. માળિયા પોલીસે ફાયરીંગના બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી હતી ઢાબાના માલિકની ફરિયાદને આધારે માળિયા પીએસઆઈ એન.બી.ડાભીની ટીમે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી ફાયરીંગ કરીને રણ વિસ્તારમાં નાસી ગયો હતો અને બાદમાં તેના ઘરે આવતા પોલીસે તેને ઘર આવતા દબોચી લઈને નંબર વગરની કાર, બંદુક અને તલવાર સહિતનો મુદામાલ કબજે લીધો હતો તેમજ ફાયરીંગ ધાબે જમવા બાબતે થયું છે કે પછી અન્ય કોઈ કારણ તે અંગે પણ તપાસ ચલાવી છે. આરોપી શફીર મુસા મોવરે નોનવેજ હોટલના માલિક સાથે થયેલી બોલાચાલી બાદ બીજી વખત ધાબા પર આવીને બે રાઉન્ડ ફાયર કર્યું હતું જેમાં એક ગોળી કારમાં જયારે અન્ય ગોળી એક રીક્ષામાં લાગી હતી જોકે ફાયરીંગમાં કોઈને ઈજા પહોંચી ના હતી આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

 

 

Comments
Loading...
WhatsApp chat