માળિયા ના અણીયાર ટોલનાકા પાસેથી આર.આર.સેલ ૩૨ લાખથી વધુનો દારૂ જડ્પ્યો
કચ્છમાં દારૂની ડીલેવેરી કરવા જતા ૨ શખ્સો પણ જડ્પ્યા


રેન્જ આઈ.જી ડી.એન.પટેલ ને બાતમી મળતી હતી કે રાજસ્થાનથી દારૂનો મોટો જથ્થો લઇ ને કચ્છ તરફ જવાનો છે જેથી રેન્જ આઈ.જી. ના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ના પી.એસ.આઈ કુણાલ પટેલ અને તેની ટીમ માળીયાના અણિયારી ટોલનાકા પાસે વોચમાં હતી ત્યારે જી.જે.૯ એ.વી. ૭૭૮૬ નમ્બર નો ટ્રક સ્કાસ્પ્દ હાલતમાં પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દારૂ બોટલે ૫૫૮૦ , દારૂના ચપલા ૯૩૬૦ અને બીયર ના ટીન ૫૫૦૮ કુલ ૩૨ લાખ થી વધુનો દારૂ અને ટ્રક સહિત ૪૪ લાખથી વધુનો મુદામાલ સાથે રસીદખાન મેવ અને જીતેન્દ્ર યાદવ નામના શખ્સો જડપી લેવામાં આવ્યા હતા અને અન્ય સુરેશ ઉર્ફ્ફે મનોજ નું નામ ખુલતા તેને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે જયારે વધમાં મળતી વિગત મુજબ આ દારૂ ગાંધીધામ તરફ જતો હોવાનું પણ પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે ૨ દિવસ પેહલા સ્ટેટ મોનીટરીંગ સેલ ટોલનાકા પાસેથી જ ૫૨૮ દારૂની બોટલ જપ્ત કરી હતી