

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે મહિલાએ કોઈ કારણોસર બાથરૂમ સાફ કરવાનું લીક્વીડ પી લઇ આત્મહત્યા કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બે મહિના પહેલા જ લગ્નગ્રંથીથી બંધાયેલ હિનાબા યોગીરાજસિંહ ઝાલા ઉ.વ. ૨૭ નામની મહિલાએ કોઈ કારણોસર બાથરૂમ સાફ કરવાનું લીક્વીડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.