

શહેરના નાની કેનાલ રોડ પરથી યુવાન બાઈક લઈને જતા હતા ત્યારે બલેનો કારના ચાલકે પુરઝડપે ચલાવી બુલેટ મોટરસાયકલને ઠોકર મારતા યુવાનને ઈજા પહોંચી હતી
મોરબીના નવલખી રોડ પર બોખાની વાડીમાં રહેતા અશ્વિનભાઈ ચુનીલાલ નકુમે બલેનો કાર જીજે ૩૬ એપી ૩૩૭૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ ના સવારના આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈ દિલીપભાઈ તેનું બુલેટ જીજે ૩૬ કયું ૫૯૧૭ લઈને નાની કેનાલ રોડ પંચાસર રોડ પરથી જાત હતા ત્યારે કાર ચાલકે પુરઝડપે ચલાવી બુલેટને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદના ભાઈ દિલીપભાઈને પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા તેમજ ડાબા ખભે અને નેણ અને શરીરે નાની મોટી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે