



વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે પ્રોહીબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના સુદામણા ગામેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બે પ્રોહી ગુનામાં સંડોવાયેલ આરોપી હરેશ ઢેબભાઈ ખાચર રહે સુદામણા તા. સાયલા સુરેન્દ્રનગર જીલ્લા વાળો પોતાના ગામ સુદામણા હોવાની બાતમીને પગલે ટીમે ગામમાંથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે