હળવદના સિદ્ધાર્થ નયનભાઈ પટેલની સ્ક્વોશમાં શાનદાર સિદ્ધિ : નેશનલ ટીમ તથા ગુજરાત ટીમમાં પસંદગી


હળવદ ગામના પ્રતિભાશાળી ખેલાડી સિદ્ધાર્થ નયનભાઈ પટેલ (VIP) એ સ્ક્વોશ રમતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી હળવદનું નામ રોશન કર્યું છે. સિદ્ધાર્થની નેશનલ ટીમ તેમજ ગુજરાત ટીમમાં પસંદગી થતાં પરિવારજનો, મિત્રો, રમતપ્રેમીઓ અને હળવદવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
સિદ્ધાર્થ નાની ઉંમરે જ સ્ક્વોશ રમતમાં પોતાની પ્રતિભા અને મહેનતના આધારે આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે. સતત પરિશ્રમ, નિયમિત તાલીમ અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામે તેને ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યું છે તેમજ નેશનલ સ્તરે પણ પસંદગી પામવાની ગૌરવપૂર્ણ તક પ્રાપ્ત થઈ છે.
સિદ્ધાર્થની આ સિદ્ધિને પગલે હળવદના રમતપ્રેમીઓ દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ આગામી સમયમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળતા મેળવી હળવદનું ગૌરવ વધારશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. હળવદની ધરતી પર ઉછરેલી રમતપ્રતિભાએ સ્ક્વોશ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
મયુર રાવલ હળવદ