સ્વ. માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સ્મરણાર્થે સેવાભાવી સંસ્થામાં તા. ૦૪ થી ૧૨ સુધી ભોજન પ્રસાદ યોજાશે


સ્વ.માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સ્મરણાર્થે માખીયાળા મુકામે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે તા.૪ થી ૧૨ સુધી ભોજન પ્રસાદ યોજાશે.
મોરબી નિવાસી જીતેન્દ્ર ભાઈ કક્કડ (R.K.) ના ધર્મપત્ની સ્વ.માલાબેન જીતેન્દ્ર ભાઈ કક્કડનું તાજેતરમાં દુઃખદ અવસાન થયુ છે ત્યારે જીતેન્દ્રભાઈ કક્કડ, અર્જુનભાઈ, લખનભાઈ સહીતના પરિવારજનો દ્વારા જુનાગઢ નજીક આવેલ માખીયાળા ગામ મુકામે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે ૧૫૦ થી વધુ વિકલાંગ બાળકોને તા.૪ થી ૧૨ સુધી ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે. મોરબીના કક્કડ પરિવારે સેવાકાર્ય થકી સદ્ગતને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

