મોરબી ઘરકામ બાબતે પતિએ પત્નીને લાકડાના ધોકા વડે ફટકારી, મારી નાખવાની ધમકી

 

લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહેતા પતિએ પત્નીને ઘરકામ બાબતે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે માથામાં મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મૂળ બનાસકાંઠાના વતની હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા વિષ્ણુભાઈ રણમલભાઈ રાઠોડે (ઉ.વ.૨૩) વાળાએ આરોપી કમલેશ ધીરૂલાલ પરમાર રહે હાલ મોરબી લખધીરપુર રોડ એટોમ સિરામિક લેબર કોલોની મૂળ રહે મધ્યપ્રદેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટા બાપુની દીકરી જરીનાબેનને આરોપી પતિ કમલેશ પરમારે ઘરકામ જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ લાકડાના ધોકા વડે માથામાં મારી સાત આઠ ટાંકા અને પાછળના ભાગે ચાર ટાંકા આવે તેવી ઈજા કરી ડાબા હાથના ભાગે મુંઢ ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.