

હળવદ પોલીસે ટીકર કુડા રોડ, જુના માલણીયાદ ગામ પાસે નદીના કાંઠેથી જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લઇ ૩૫,૨૦૦ રોકડા જપ્ત કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દુર ટીકર કુડા રોડ જુના માલણીયાદ ગામ પાસે હનુમાનજી મંદિરની પાછળ નદીના કાંઠે નાલા પાસે રેડ કરી હતી. આં રેડમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા અજીત માવુભાઈ રાઠોડ, અરવિંદ મનજીભાઈ સોલગામા, ભાવેશ પોપટભાઈ રાઠોડ, દલસુખ વિનોદભાઈ ગુંડારીયા અને કૃષ્ણકુમારસિંહ જાલુભા ઝાલાને રૂપિયા ૩૫,૨૦૦ રોકડા સાથે પકડી લીધા હતા અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.