મોરબીમાં શ્રી જલારામ બાપાની જન્મજયંતી શોભાયાત્રા અનુસંધાને રઘુવંશી સમાજની મીટીંગ

 

પ.પુ. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭ મી જન્મ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવા સંદર્ભે મોરબી રઘુવંશી સમાજની મીટીંગનું આયોજન તા. ૦૧-૧૧-૨૦૨૬ ને રવિવારે સવારે ૯ : ૩૦ કલાકે, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે કરવામાં આવ્યું છે

પુ. જલારામ બાપની ૨૨૭ મી જન્મજયંતી નિમિતે તા. ૧૬-૧૧-૨૦૨૬ ને સોમવારે આવી રહી છે રઘુવંશીઓની બીજી દિવાળી એટલે જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભવ્યાતિભવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની ચર્ચા માટે મીટીંગ રવિવારે યોજાશે જે મીટીંગમાં મહાઆરતીના યજમાન માટે ઉછવણી, કેક-કટિંગ યજમાન માટે ઉછવણી, મેઈન સ્ટેજના સ્પોન્સર માટે ઉછવણી, જાહેરાત (સ્પોન્સર્સ) માટે બુકિંગ અને સ્વાગત પોઈન્ટ માટે નું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવશે જે મીટીંગમાં જ્ઞાતિબંધુઓને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.