

29/ 10 /2017 ના રોજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની મોરબી શહેરમાં સ્થાપના થયેલી. આ સાથે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો તેમજ આજુબાજુના વિસ્તાર તેમજ શહેરમાં અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી શહેરમાં સદાય અગ્રેસર રહેનાર એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તેમના ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી. આ સાથે જ 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસે શરૂ કરાયેલ ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ પૂરો થતાં આ કોર્સનો લાભ લેનાર તમામ બાળકોને સુજતન કોમ્પ્યુટર સેન્ટરના સંચાલિકા હીનાબેન પરમાર તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી શહેરમાં રવાપર રોડ ખાતે આવેલ ઓન્લી એન એક્સ શોરૂમના સહયોગથી આ તમામ બાળકોને નવી બ્રાન્ડેડ કુર્તીઓ દિવાળીની ભેટ રૂપે સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાની પ્રેરણાથી આપવામાં આવી હતી.
સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદને ભરેલી એવી આ સંસ્થા દ્વારા વોકલ ફોર લોકલ ના સ્લોગનને અનુસરીને શહેરના કારીગરો પાસે થી જ દિવાળી માટેની વસ્તુઓ ખરીદે તે ઉદેશથી આપણી ભારત ભૂમિની માટીમાંથી બનેલા માટીના કોડિયાઓના પેકેટનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ પાસે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ દિવાળીનો તહેવાર ચાઈનીઝ વસ્તુઓ વાપરીને નહીં પરંતુ આપણા ભારતના જ આવા હુનર ધરાવતા કારીગરો પાસેથી વસ્તુઓ લઈ આપણી તેમજ તેમની પણ દિવાળી પ્રકાશમય બનાવે તે હતો. ભારત દેશના પૈસા ભારત દેશમાં જ વપરાય તે એકમાત્ર ઉપદેશથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી અને એ જ વિચાર દરેક તહેવારોની ઉજવણી વખતે મોરબી શહેરની જનતા જાગૃતપણે રાખે તેવો સંદેશો ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આપવામાં આવ્યો હતો.
શહેરના લગભગ 1000 જેટલા લોકોએ હર્ષ ફેર આ માટીના કોડિયા દિવાળી ગિફ્ટ તરીકે સ્વીકાર્યા હતા અને આ કોડિયા થી દિવાળી ના દિવસે તેમનું ઘર જગમગસે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ના આર્થિક સહયોગથી સંપન્ન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત દર વર્ષે ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ સ્પોન્સર કરવા માટે કચ્છ માધાપર હાલ દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણી નો તેમજ સુજતન કોમ્પ્યુટર સેન્ટર ના સંચાલિકા હીનાબેન પરમાર નો સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા તેમજ ઇન્ડિયન લાયોનેસ મોરબી પરિવારે આભાર માન્યો હતો.

