

ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા કાઉન્સિલની ૫૭ મી બેઠકમાં ભલામણ કરાયેલા ત્રણ ફેરફારોનો ઉલ્લેખ છે કાયદામાં જરૂરી સુધારા અમલમાં આવે ત્યાં સુધીની કેન્દ્રીય કર્મચારીઓ આ સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે
GST કાઉન્સિલની બેઠકમાં પ્રથમ ફેરાફેર હેઠળ ધરપકડમાં કરાયો છે જેમાં કાયદાની કલમ ૬૯ હેઠળ ધરપકડ કરવાની જોગવાઈ દુર કરવાની કાઉન્સિલની ભલામણ કરવામાં આવી છે તે મુજબની તમામ કેન્દ્રીય કચેરીઓને હેઠળ હવે પછી કોઈ ધરપકડ ના કરવા સુચના આપવામાં આવી છે
ઈ વે બીલ ધરાવતી ટ્રક મનસ્વી રીતે રોકી શકાશે નહિ, નિર્ધારિત પ્રક્રિયા જરૂરી છે જેમાં વાહન માત્ર ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે જ રોકી સકાય આ માટે સંયુક્ત કમિશ્નર અથવા તેનાથી ઊંચા હોડાના અધિકારીની મંજુરી જરૂરી છે મંજુરી આપનાર અધિકારીને માલનું પરિવહન કાયદા અથવા તેના નિયમોના ભંગમાં થઇ રહ્યું હોવાની શંકાના કારણો લેખિતમાં નોંધવાના રહેશે તેમજ રૂ ૧૦ હજારથી ઓછી રકમના કેસમાં કારણદર્શક નોટીસ નહિ ૧૦ હજાર કે તેથી વધુ રકમ હોય એટલે નોટીસ આપવી જ પડે એવો અર્થ નથી સુચના માત્ર રૂ ૧૦ હજારથી ઓછી કુલ રકમના કેસમાં નોટીસ ના આપવાની વાત કરે છે અન્ય કાનૂની શરતો યથાવત લાગુ પડે છે
કાઉન્સિલ સંબંધિત કાયદાકીય સુધારા ૧ એપ્રિલ ૨૦૨૭ થી અમલમાં મુકવાની ભલામણ કરી હતી પરંતુ વચગાળાની રાહત તરીકે કેન્દ્ર સરકારે કાયદામાં સુઅધારા અમલમાં આવે ત્યાં સુધી આ સુચનાઓની કેન્દ્રીય કચેરીઓ દ્વારા અમલમાં મુક્વ્નાઓ નિર્ણય કરાયો છે
વેપારીઓ માટે સૌથી મહત્ત્વની ત્રણ બાબતો
GST હેઠળ ધરપકડ નહીં કરવાની સૂચના.
E-Way Bill ધરાવતી ટ્રક મનસ્વી રીતે રોકી શકાશે નહીં; નિર્ધારિત પ્રક્રિયા જરૂરી છે.
₹10,000થી ઓછી રકમના GST કેસમાં Show Cause Notice નહીં.