



લોકોએ તેઓના પ્રશ્નો માટે જુદી જુદી કચેરીઓ સુધી ધકકા ન ખાવા પડે તેમજ લોકોના પશ્નોનો ધરઆંગણે અધિકારીઓની હાજરીમાં જ ઝડપી અને હકારાત્મક ઉકેલ આવે તેવા અભિગમ સાથે સરકારે સેવાસેતુ કાર્યક્રમ નો યજ્ઞ આરંભ્યો છે. જેને લોકોમાં સારો પ્રતિસાદ મળી રહયો છે. તેમ હળવદ પ્રાંત કક્ષાના કડીયાણા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી જંયતીભાઇ કવાડીયાએ ઉપર મુજબ જણાવ્યું હતું મંત્રીશ્રીએ દિપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજયમંત્રીશ્રીએ અધિકારીઓને લોકોના પ્રશ્નોનો ઝડપી અને સુખદ ઉકેલ લાવવા હકારાત્મક વલણ કેળવવા પણ જણાવ્યુ હતું મંત્રીશ્રીએ જુદા જુદા વિભાગોની ટેબલ વાઇઝ થતી કામગીરી અને પ્રશ્નોના નિકાલની થયેલ વ્યવસ્થા નિહાળી હતી. તથા સ્થળ ઉપર પોતાનું બી.પી. પણ મપાવ્યુ હતું કડીયાણા ખાતે યોજાયેલ આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૪૭ કુલ પ્રશ્નો રજુ થયા હતા જેમાં લોકોની વ્યકિતગત અરજીઓમાં મા કાર્ડ, જાતિ-આવકના દાખલાઓ, રેશન કાર્ડ સહિતની અરજીઓનો સમાવેશ થયો હતો. જેનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ લવાયો હતો.કડીયાણા ખાતે યોજાયેલ આ સેવાસેતુ કાર્યક્રમમાં ચરાડવા, વાંકિયા, દેવીપુર, જુના અને નવા દેવળીયા, સમલી, સુસવાવ અને ઇશ્વરનગર ગામોના લોકોની અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

