મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ૧૪ બેઠકો માટે ૨૫ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ


મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૨૬ ફોર્મ જયારે વેપારી વિભાગની ૦૪ બેઠક માટે ૦૭ ફોર્મ મળીને કુલ ૩૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા બાદમાં ફોર્મ ચકાસણી અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ થતા હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે હવે ૧૯ ઉમેદવારો અને વેપારી વિભાગની ૦૪ બેઠક માટે ૦૬ ઉમેદવારો મેદાનમાં છે
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૫૦૭ મતદારો છે અને વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે ૫૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની ૧૦૪ મંડળીઓ અને ૧૫૫૮ મતદારો ધરાવતા મોરબી માર્કેટિંગ યાર્ડની મુદત પૂર્ણ થતા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે મોરબી યાર્ડમાં માત્ર ચાર વખત જ ચુંટણી યોજાઈ છે વર્ષ ૧૯૮૮, ૧૯૯૫, ૨૦૦૧ અને ૨૦૨૧ માં ચુંટણી યોજાઈ હતી
તાજેતરની પાંચમી ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ રવિવારે ફોર્મ ચકાસણી અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે હવે ૧૯ ઉમેદવારો અને વેપારી વિભાગની ૦૪ બેઠક માટે ૦૬ ઉમેદવારો ચુંટણી મેદાને જોવા મળી રહ્યા છે આગામી ૦૯ તારીખે મતદાન થશે અને ૧૦ તારીખે મત ગણતરી કરવામાં આવશે
ખેડૂત વિભાગમાં માન્ય હરીફ ઉમેદવારોના નામોની યાદી
૧. અઘારા નયનભાઈ લાલજીભાઈ
૨. ઉજરીયા મનસુખભાઈ ભાણાભાઈ
૩. કડીવાર નથુભાઈ ભુરાભાઈ
૪. કુંભરવાડિયા મુળુભાઈ કાળુભાઈ
૫. જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજી
૬. ઝાલા મહેન્દ્રસિંહ (દિલુભા) દિલાવરસિંહ
૭. ડાકા પ્રવીણભાઈ ટપુભાઈ
૮. ડાંગર વિનોદભાઈ હીરાભાઈ
૯. દઢાણીયા રાજેશભાઈ બાબુભાઈ
૧૦. દેત્રોજા અમરશીભાઈ જીવરાજભાઈ
૧૧. પાંચોટિયા રાજેશભાઈ જેઠાભાઈ
૧૨. બાલાસરા જીવાભાઈ દેવાભાઈ
૧૩. ભાટિયા રમેશભાઈ બચુભાઈ
૧૪. ભાડજા મનસુખ નરશીભાઈ
૧૫. ભાલોડીયા ભરતકુમાર કરમશીભાઈ
૧૬. મેરજા સતીષભાઈ ભાણજીભાઈ
૧૭. લોરિયા વિનોદભાઈ ગોરધનભાઈ
૧૮. સનારીયા ગોવિંદભાઈ ઓધવજીભાઈ
૧૯. શેખલીયા મહેન્દ્રકુમાર પ્રેમજીભાઈ
વેપારી મત વિભાગના માન્ય હરીફ ઉમેદવારોની યાદી
૧. કાવર સુરેશ જીવરાજભાઈ
૨. બરાસરા રાજેશભાઈ દામજીભાઈ
૩. બાવરવા કિશોરભાઈ થોભણભાઈ
૪. બાવરવા ઘનશ્યામભાઈ જયંતીલાલ
૫. ભાડજા બાબુલાલ રૂગનાથભાઈ
૬. સીણોજીયા જગદીશભાઈ કરમશીભાઈ