મોરબી : સર્વે હિંદુ સંગઠન દ્વારા જન્માષ્ટમી પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

 

સર્વે હિંદુ સંગઠન દ્વારા તા. ૦૪ ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની શોભાયાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

 

મોરબીમાં જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો પર ફરશે સવારે ૮ કલાકે રેલ્વે સ્ટેશન રોડ પર જડેશ્વર મંદિર ખાતેથી શરુ થશે જે શોભાયાત્રા સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, પરા બજાર, નવાડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામચોક, સીતા ચોક, ચકીયા હનુમાન, ગાંધી ચોક, શાક માર્કેટ, નહેરુ ગેટ ચોક અને ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ફરશે અને દરબારગઢ ખાતેના રામ મહેલ મંદિર ખાતે હિંદુ મહાસભા કરીને પૂર્ણ કરાશે

 

શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર મટકી ફોડ કરવામાં આવશે હિંદુ સંગઠનો દ્વારા વિવિધ ફલોટસ સાથે વાહનો તૈયાર કરવામાં આવશે ડીજેના તાલે નાચતા ઝૂમતા હિંદુ ભાઈઓ-બહેનો અને બાળકો સહિતના શોભાયાત્રામાં જોડાશે ઠેર ઠેર ચાપાણી-સરબત સહિતના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે

Leave A Reply

Your email address will not be published.